આજે ભારતીય શેરમાર્કેટ રેડ ઝોનમાં ખુલ્યુઃ મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી
Live TV
-
સતત બે દિવસથી ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યા બાદ આજે ભારતીય શેરમાર્કેટ રેડ ઝોનમાં ખુલ્યુ છે. આજે શરુઆતી કારોબાર દરમિયાન સેન્સેક્સમાં 134 અંકના ઘટાડા સાથે 59 હજાર 423 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 36 અંકના ઘટાડા સાથે 17 હજાર 780 પર કારોબાર થતો જોવા મળ્યો છે. જો કે મિડકેપ શેરોમાં નબળાઈ અને સ્મૉલકેપ શેરોમાં મજબૂતી જોવા મળી છે. આઈટી, મેટલ, ફાર્મા, P.S.U બેન્ક, હેલ્થકેર અને OIL એન્ડ ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવામાં આવ્યુ. જ્યારે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, F.M.C.G, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં વધારો જોવાને મળ્યો છે. હાલમાં સેન્સેક્સ 291 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં પણ હાલમાં 40 અંકના ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.
