બજેટ સત્રના પહેલા દિવસે ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ
Live TV
-
ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 57,200 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8 પોઈન્ટ ઘટીને 17,101 પર બંધ થયો હતો.
ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 57,200 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8 પોઈન્ટ ઘટીને 17,101 પર બંધ થયો હતો.
ભારતીય શેરબજાર બજેટને હકારાત્મક આવકાર આપતું નજરે પડી રહ્યું છે. ગત સપ્તાહે 4 પૈકી 3 સત્રમાં ઘટાડો નોંધાતા રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આજે કારોબારની શરૂઆતમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે પડી રહ્યા છે. આજે Sensex 57,845.91 ઉપર ખુલ્યો હતો જે 1000 અંકના વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યો છે. બીજી તરફ Nifty પણ 283 અંક ઉછળ્યો છે.
શેરબજાર માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે. આજે નાણામંત્રી બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરશે. બીજી તરફ વૈશ્વિક બજારનો ઉછાળો ભારતીય બજારને સારી એક્શન આપી શકે છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો વધઘટ વચ્ચે યુએસ માર્કેટમાં મોટો રિબાઉન્ડ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 565 પોઈન્ટ ઉછળીને દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક 3 ટકા વધ્યો હતો. બીજી તરફ ચીનના બજારો આજે આખું અઠવાડિયું બંધ રહેવાના છે અને એશિયન બજારો પણ અડધો દિવસ બંધ રહેવાના છે. આ સિવાય આજે ભારતીય બજારોની સૌથી મહત્વની હકીકત SGX નિફ્ટીમાં વધારો છે. SGX નિફ્ટી 150 પોઈન્ટ વધી રહ્યો છે. જ્યારે ક્રૂડ ઓઈલ 8 વર્ષની ટોચે પહોંચી ગયું છે. આ ઉપરાંત ડિસેમ્બર મહિના માટે યુએસ જોબ ડેટા રજૂ કરવામાં આવશે.
છેલ્લા સત્રમાં ઘટાડો નોંધાયો હતો
ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 57,200 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8 પોઈન્ટ ઘટીને 17,101 પર બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 261.23 લાખ કરોડ છે. શુક્રવારે ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 519 પોઈન્ટ વધીને 57,795 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 58,084ના ઉપલા સ્તરે અને 57,119ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. તેના 15 શેર વધ્યા હતા અને 15 તૂટયા હતા. સૌથી વધુ ફાયદો એનટીપીસીને થયો હતો જેના શેરમાં 3.89% વધારો નોંધાયો હતો.
નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. વાસ્તવમાં ભારતીય આર્થિક સર્વેક્ષણ એ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વાર્ષિક દસ્તાવેજ છે જેમાં ભારતીય અર્થતંત્ર પર અધિકૃત અને ફ્રેશ ડેટાનો સમાવેશ થાય છે. તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. આર્થિક સર્વે આગામી વર્ષમાં અર્થતંત્રની સંભાવનાઓ નક્કી કરે છે. આ સર્વેના આધારે સરકારને સૂચનો પણ આપવામાં આવ્યા છે. પરંતુ તેનો અમલ કરવો કે નહીં તે સરકારની જવાબદારી છે.
