આજે શેરબજાર ગ્રીન ઝોનમાં, બેકિંગ સેક્ટરમાં તેજીનો માહોલ
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં કારોબાર કર્યો હતો. દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 593 પોઈન્ટ વધી 37 હજાર 982 પર જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 189 પોઈન્ટ વધી 11 હજાર 238 પર બંધ થયો હતો.
કારોબારી દરમિયાન બેંકિંગના શેરોમાં શાનદાર તેજી જોવા મળી હતી. જેમાં કેનરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા , ઈન્ડસઈન્ડ બેંકના શેરોમાં નોંધનીય તેજી જોવા મળી હતી. ઉપરાંત ONGC, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, NTPCના શેર પણ વધ્યા હતા. જ્યારે TCS, ઈન્ફોસિસ, HCLના શેર તૂટ્યા હતા.
