Skip to main content
Settings Settings for Dark

સેલવાસ ન.પા. - BOB વચ્ચે ડિઝીટલ હાઉસિંગ આઈડેન્ટિફિકેશન પ્રોજેક્ટ માટે MOU કરાયાં

Live TV

X
  • સેલવાસ નગરપાલિકા અને બેન્ક ઓફ બરોડા વચ્ચે ડીજીટલ હાઉસિંગ આઇડેન્ટિફિકેશન પ્રોજેક્ટને લાગુ કરવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે. સેલવાસ નગરપાલિકાના ચીફ ઓફિસર અને બેંક ઓફ બરોડાના ડીજીએમની ઉપસ્થિતિમા સેલવાસ પાલિકામા ડીજીટલ હાઉસિંગ આઇડેન્ટિફિકેશન પ્રોજેક્ટને લાગુ કરવા સંયુક્ત રૂપે એમઓયુ કરવામા આવ્યાં હતાં.

    આ પરિયોજનાને લાગુ કરવા માટે 15 વર્ષનો કરાર કરવામા આવ્યો છે. આ પરિયોજના ભારત સરકારની ફ્લેગશીપ પરિયોજના અનુરૂપ છે. આ પરિયોજનાના માધ્યમથી સેલવાસના દરેક ઘરને પાલિકા દ્વારા ડીજીટલ રીતે જોડવામા આવશે. જે અંતર્ગત નાગરિક સુવિધાઓ માટે અરજી કરી શકાશે અને ઘરે બેસી એની ફરિયાદો પણ નોંધાવી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply