Skip to main content
Settings Settings for Dark

આત્મનિર્ભર ભારત યોજના: EPF યોગદાનની મર્યાદા વધી, વીજ કંપનીઓને આપી રાહત

Live TV

X
  • નાણામંત્રીએ શ્રમિકોના કલ્યાણ માટે પણ ઘણા ઉપાયોની ઘોષણા કરતા કહ્યું કે, આનાંથી 72  લાખ મજૂરોને ફાયદો થશે..તેમણે કહ્યું કે EPF 12 ટકાની જગ્યાએ 10 ટકાના દરથી કાપવામાં આવશે...15 હજાર રૂપિયા મહિનાથી ઓછો પગાર મેળવતા શ્રમિકોના EPF સરકાર આપશે..

    સરકાર વધુ ત્રણ મહિના સુધી શ્રમિકોના પગારમાં 12 ટકા EPF જમા કરાવશે..આ પહેલા સરકારે માર્ચમાં શ્રમિકોમાં ભવિષ્ય નિધિના રકમ મે સુધી ચૂકવવાની ઘોષણા કરી હતી..ભવિષ્ય નિધિમાં શ્રમિકોના પગારથી અનિવાર્ય રૂપથી કાપવામાં આવતી 12 ટકા રકમ ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે

    રિયલ એસ્ટેટ કંપનીઓને પણ નાણામંત્રીએ પરિયોજનાઓને પૂર્ણ કરવા માટે 6 મહિનાનો સમય આપ્યો છે..નાણામંત્રીએ શહેરી વિકાસ મંત્રાલયને સૂચિત કર્યું છે કે તેઓ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોવિડ-19 અવધિને વિશેષ અવધિ જાહેર કરે..જેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રને ફાયદો થાય..

    વીજળી વિતરણ કંપનીઓને રાહત આપતા PFC અને RECમાં 90 હજાર કરોડ રૂપિયા નાખવાની ઘોષણા કરી છે..વિવાદથી વિશ્વાસ સ્કીમને 31 ડિસેમ્બર સુધી વધારવામાં આવી છે...આ માટે વધારાની રકમ નહીં ચૂકવવી પડે..

    નાણામંત્રી સીતારામણે ઘોષણા કરી કે ગૈર બેન્કિંગ નાણાકીય કંપનીઓ, આવાસ નાણાકીય કંપનીઓ અને સૂક્ષ્મ નાણાકીય સંસ્થાઓને વિશેષ તરલતા યોજના હેઠળ 30 હજાર કરોડ રૂપિયાની સહાયતા કરવામાં આવશે..આ સાથે જ આ કંપનીઓને 45 હજાર કરોડ રૂપિયા આંશિક લોન ગેરંટી યોજના હેઠળ આપવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply