આર્થિક મોરચે ભારત માટે સારા સમાચાર, વિકાસ દર 7.7 ટકા રહેવાનું અનુમાન
Live TV
-
ભારતનું અર્થતંત્ર વિશ્વનું સૌથી ઝડપી વિકાસનું અર્થતંત્ર
નોટ બંધી થી માંડી ને GST સુધી ના કડક પગલા ના સકારાત્મક પરિણામ હવે સામે આવી રહ્યા છે. પેટ્રોલ -ડિઝલ ના ભાવ વધારા વચ્ચે ,આર્થિક જગત માંથી ,મોદી સરકાર માટે ઉત્સાહ જનક સમાચાર છે. 2017-18 નાં જાન્યુઆરી થી માર્ચ ના ચોથા અને અંતિમ ત્રિ-માસિક ગાળા નો વિકાસ દર ,7.7 ટકા આવ્યો છે. જે અંદાજ કરતાં પણ ,વધારે છે. આ ટકાવારી બાદ ભારત નું અર્થતંત્ર વિશ્વ નું સૌથી ઝડપી વિકાસ નું અર્થતંત્ર બની ગયું છે. નાણાંકીય વર્ષ 2017- 18 ના બીજા ત્રિ-માસિક ગાળા માં GDP 6.3 ટકા ,અને પહેલાં ત્રિ-માસિક ગાળા માં GDP 5.7 ટકા નોંધાયો હતો. નાણા મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું ,કે, GDP દર ,ત્રિ-માસિક ગાળા માં સતત વધી રહ્યો છે. એટલે કે દેશ નું અર્થતંત્ર વિકાસ ના માર્ગે આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમય થી વિકાસ ને લઇ ને મોદી સરકાર ઉપર, વિપક્ષો પસ્તાળ પાડી રહ્યાં હતા પરંતુ વિકાસ દર વધી ને આવતાં ,મોદી સરકારની આર્થિક નીતિઓ ઉપર વિકાસની મહોર લાગી ગઇ છે. આ વિકાસ દરે ચીન ને પછાડી ભારત ચોથા સ્થાને આવી ગયું છે