મહિનાના અંતે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 400 પોઇન્ટ વધ્યો, નિફ્ટી 10,700 ઉપર
Live TV
-
આઇટી, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ, એફએમસીજી વધ્યા જ્યારે ફાર્મા, પીએસયુ બેન્કો, મેટલમાં ઘટાડો
સારા ગ્લોબલ સંકેતોના પગલે એક્સપાયરીના દિવસે શેરબજાર વધ્યું છે. સતત બે દિવસની પીછેહઠ બાદ શેરબજારમાં સુધારો જોવા મળ્યો હતો. ગઈકાલે 34,906 પોઈન્ટ પર બંધ થયેલો સેન્સેક્સ આજે 177 પોઈન્ટના વધારા સાથે 35,083 પોઈન્ટ પર ખૂલ્યો હતો જ્યારે નિફ્ટી પણ 37 પોઈન્ટના ઉમેરા સાથે , 10,651 પોઈન્ટ પર સુધી પહોંચ્યો હતો. બીજી તરફ સોના-ચાંદીની કિંમતોમાં પણ , નજીવો સુધારો નોંધાયો હતો.
આખરે કારોબારના અંતે બીએસઇ સેન્સેક્સમાં 416.27 પોઇન્ટના ઉછાળા સાથે 35,322.38 પર બંધ રહ્યો જ્યારે નિફ્ટી 119.20 પોઇન્ટના ઉછાળા સાથે 10,733. 55 પર બંધ રહ્યો હતો.