Skip to main content
Settings Settings for Dark

આવક વેરા વિભાગે ઓનલાઇન રીટર્ન ભરવા માટે પોતાનું નવુ પોર્ટલ કર્યું શરૂ

Live TV

X
  • આવક વેરા વિભાગ ઓનલાઇન રીટર્ન ભરવા માટે પોતાનું નવુ પોર્ટલ www.incometax.gov.in 7 જૂનથી શરૂ કરશે. આ પોર્ટલ કરદાતાઓને આધુનિક, સુવિધાજનક અને સરળ માધ્યમ પ્રદાન કરે છે. નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ નવા કરદાતાઓની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલથી આવક વેરા રીટર્ન ભરવાની તાત્કાલિક તપાસ થઇ શકશે અને કરદાતાઓને રીટર્નના પૈસા જલ્દી મળી શકશે.

    કરદાતાઓને વિવિધ સુવિધાઓથી પરિચિત થવા માટે પોર્ટલના પ્રારંભ પછી મોબાઇલ એપ્લિકેશન પણ રજૂ કરવામાં આવશે.

    કરદાતા દ્વારા અનુવર્તી કાર્યવાહીને સરળ બનાવવા માટે બધી ક્રિયાપ્રતિક્રિયાઓ અને અપલોડ્સ તેમજ બાકી ક્રિયાઓ એક જ ડેશબોર્ડ પર પ્રદર્શિત કરવામાં આવશે.

    કરદાતાઓ પગાર, મિલકત, વ્યવસાય જેવી વિગતો પ્રદાન કરવા માટે તેમની વિગતોને સક્રિયપણે અપડેટ કરી શકશે જેનો ઉપયોગ તેમના આઈટીઆરની પૂર્વ ફાઇલિંગમાં કરવામાં આવશે.

    કરદાતાઓને તાત્કાલિક સહાય માટે એક નવું કોલ સેન્ટર સ્થાપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply