ઇઝરાયલ અને હમાસના મુદ્દે વૈશ્વિક બજારમાં મંદીનો માહોલ
Live TV
-
સેન્સેક્સ 400 પોઇન્ટ તુટીને 65,484 પોઇન્ટ પર ખુલ્યો, તો નીફ્ટી પણ નેગેટીવ ટ્રે્ન્ડમાં.
ઇરાયલ અને હમાસ વચ્ચે યુદ્વના કારણે વૈશ્વિક બજારોમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળતા ભારતીય શેરબજાર સતત બીજા કારોબારી દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
મુંબઇ શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 247 આંકના ઘટાડા સાથે 65,629 આંક પર બંધ રહ્યો. જ્યારે નેશનલ શેરબજારનો સૂચકાંક નિફ્ટી 46 આંકના ઘટાડા સાથે 19,624 આંક પર બંધ રહ્યો હતો.
કારોબાર દરમિયાન મિડલ અને સ્મોલકેપ શેરમાં ફ્લેટ ક્લોઝિંગ જોવા મળી હતી. જ્યારે ઓટો, FMCG સેક્ટર્સમાં લેવાલી નીકળી હતી. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ અને રિયાલિટી શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 123ના વધારા સાથે રૂપિયા 59,960 તો ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 25ના ઘટાડા સાથે રૂપિયા 71,856 બોલાઇ રહ્યો છે. જ્યારે બ્રેંટ ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ 90 ડોલર પર પહોંચ્યો છે. તો આ તરફ ડોલર સામે રૂપિયો 83.25 પર સ્થિર કારોબાર કરી રહ્યો છે.
