Skip to main content
Settings Settings for Dark

War Effects: ગ્લોબલ માર્કેટમાં કડાકો, એશિયાઈ બજારોમાં પણ વધ્યું દબાણ

Live TV

X
  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગ્લોબલ માર્કેટને અસર પડી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત સતત ભાવ વધારાને કારણે શેરબજારમાં દબાણ જોવા મળી રહ્યું છે. વોલ સ્ટ્રીટમાં ગત સપ્તાહે એક ટકાથી વધારેના ઘટાડા સાથે બંધ થયો હતો. જો કે ડાઉ જોન્સ ફ્યૂચર્સમાં આજે સામાન્ય રિકવરી થતી જોવા મળી હતી. આ જ રીતે યૂરોપિયન શેરમાર્કેટ પણ ગત સપ્તાહે એક ટકાથી વધારેનો ઘટાડો જોવા મળ્યો હતો. વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસર એશિયાઈ માર્કેટમાં જોવા મળી છે. 

    દિવસભરના વેપાર બાદ SNDP 500 ઈન્ડેક્સ 1.34 ટકાના ઘટાડા સાથે 4,314.60 અંકના સ્તર પર બંધ થયો હતો. આ જ રીતે નૈસ્ડેકે પણ 219.45 પોઈન્ટના ઘટાડા સાથે 13,314.30 પર બંધ થયો હતો. આ સાથે ડાઉ જોન્સ ફ્યૂઝર્સ આજે 0.15 ટકા તુટીને 33,615.25ના સ્તર પર વેપાર કરતો જોવા મળ્યો હતો. 

    અમેરિકાના બજારની માફક જ યુરોપિયન બજારમાં પણ ગત સપ્તાહે સતત દબાણ સાથે વેપાર થતો જોવા મળ્યો હતો. AFTSE ઈન્ડેક્સ 87.21 પોઈન્ટના ઘટાડા સાથે 7,588 પર બંધ થયો હતો. આ જ રીતે CAC ઈન્ડેક્સમાં પણ 0.91 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 6,965.99 પર બંધ થયો હતો. આ સિવાય DAAX ઈન્ડેક્સ 156.78 અંક તુટીને 15,094.91ના સ્તરે બંધ થયો હતો. 

    અમેરિકા અને એશિયલ બજારોમાં જોવા મળી રહેલા ઘટાડાની અસર એશિયન માર્કેટમાં પણ થઈ છે. એશિયાના તમામ 9 બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટી 0.13 ટકાના ઘટાડા સાથે 19,568.50ના સ્તરે વેપાર કરી રહ્યો છે. આ જ રીતે તાઈવાન વેટેડ ઈન્ડેક્સ 0.15ની નરમાઈ સાથે 16,416.48ના સ્તરે પહોંચી ગયો હતો..નિક્કેઈ ઈન્ડેક્સ અત્યાર સુધી 557.51 પોઈન્ટ એટલે કે 1.74 ટકા ડાઉન થઈને 31,484.74ના સ્તરે વેપાર કરી રહ્યો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply