RBIએ ICICI બેંકને 12.19 કરોડ રૂપિયાનો અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો
Live TV
-
ભારતીય રિઝર્વ બેંકે નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દેશની બે બેંકોને દંડ ફટકાર્યો, ICICI Bank અને Kotak Mahindra Bankએ કેટલાક નિયમોનું પાલન ન કરતા તેમને દંડ ફટકારાયો
આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકને 12.19 કરોડ રૂપિયાનો અને કોટક મહિન્દ્રા બેંકને 3.95 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા આઈસીઆઈસીઆઈ બેંકે લોન, એડવાન્સિસ સહિત અન્ય બાબતોમાં નિયમોનું પાલન ન કરતા દંડ ફટકારાયો છે. તો કોટક મહિન્દ્રા બેંક દ્વારા પણ કેટલીક નાણાંકીય સેવાઓમાં ખામી હોવાનું સામે આવતા કેન્દ્રીય બેંકે દંડ ફટકાર્યો છે.
આ અગાઉ આરબીઆઈએ 17મી ઓક્ટોબરે બજાજ ફાઈનાન્સ,આરબીએલ બેંક, અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank of India)ને નિયમોનું પાલન ન કરવા બદલ દંડ ફટકાર્યો હતો. બજાજ ફાઈનાન્સ પર 8.50 લાખ રુપિયા, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રુપિયા તથા આરબીએલ બેંક પર 64 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
