ઈરાન-ઇઝરાયલ યુદ્ધ અને USમાં મંદીના ભણકારાથી ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો
Live TV
-
સેન્સેક્સ 2,223 પોઈન્ટ અને નિફ્ટી 662 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો
ઈરાન - ઇઝરાયલ યુદ્ધ અને અમેરિકામાં મંદીના ભણકારાથી ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ બ્લેક મન્ડે સાબિત થયો. વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. BSE નો સેન્સેક્સ 2 હજાર 223 હજાર પોઈન્ટ ઘટીને 78 હજાર 760 પર તો નિફ્ટી 662 પોઈન્ટ ઘટી 24 હજાર 55 પર બંધ રહ્યા હતા. આજે રિયલ્ટી, બેન્ક, મેટલ અને ઓટો ઈન્ડેક્સ 4% થી વધુ ડાઉન તો IT, મીડિયા અને તેલ સૂચકાંકો પણ લગભગ 3% ડાઉન રહ્યાં. તો સોનું ચાંદી, ક્રૂડ ઓઈલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો આજે 83. 75 ના સૌથી નીચલા સ્તરે રહ્યો હતો.
