ભારતીય શેરબજારની શાનદાર શરૂઆત, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો
Live TV
-
આજે ભારતીય શેરબજારમાં તેજી પાછી આવી છે અને શેરબજારમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 24,350ને પાર કરી ગયો છે. સોમવારે વૈશ્વિક બજારોના દબાણને કારણે જે રીતે સ્થાનિક શેરબજાર તૂટ્યું હતું તેને દૂર કરીને મોટો ફાયદો કર્યો છે. મિડકેપમાં 1,000થી વધુ પોઈન્ટનો ઉછાળો આવ્યો છે અને માર્કેટ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા VIX લગભગ 13 ટકા નીચે છે. બેંક નિફ્ટી 455 પોઈન્ટના વધારા બાદ 50,541 પર પહોંચી ગયો છે.
બજાર ખુલ્યાની ત્રણ મિનિટની અંદર BSEનો સેન્સેક્સ 970 પોઈન્ટ્સ અથવા 1.23 ટકા વધીને 79,729 પર અને NSEનો નિફ્ટી 285.35 પોઈન્ટ્સ અથવા 1.19 ટકાના અદભુત ઉછાળા સાથે 24,340 પર પહોંચી ગયો છે.
ભારતીય શેરબજારમાં આજે સવારે 9.15 વાગ્યે BSE સેન્સેક્સ 222.57 પોઈન્ટ અથવા 0.28 ટકાના ઉછાળા સાથે 78,981 પર ખુલ્યો હતો. NSEનો નિફ્ટી 134.25 પોઈન્ટ અથવા 0.56 ટકાના વધારા સાથે 24,189.85 પર ખુલ્યો હતો.
નિફ્ટીના 50માંથી 48 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને ટાટા મોટર્સમાં સૌથી વધુ 3.58 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ONGCમાં 2.98 ટકા અને L&Tમાં 2.89 ટકાનો ઉછાળો છે. JSW સ્ટીલ 2.31 ટકા અને મારૂતિ 2.31 ટકા ઉપર છે.
સેન્સેક્સના ટોચના 30 શેરોમાંથી 26માં વધારો અને માત્ર 4માં ઘટાડો જોવા મળી રહ્યો છે. અહીં BELના શેર 3.41 ટકાના વધારા સાથે ટોપ ગેઇનર રહ્યા છે અને ટાટા મોટર્સ 3.09 ટકાના વધારા સાથે છે. L&Tમાં 2.61 ટકા અને ONGCમાં 2.27 ટકાનો જંગી વધારો છે. JSW સ્ટીલ 2.15 ટકા વધ્યો છે.
મંગળવારે બજારની શરૂઆત પહેલા સેન્સેક્સ 127.22 પોઈન્ટ અથવા 0.16 ટકાના વધારા સાથે 78,886.62 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. NSEનો નિફ્ટી 121.55 પોઈન્ટ અથવા 0.51 ટકાના વધારા સાથે 24,177.15 ના સ્તર પર હતો.
