એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ભારતની iPhone નિકાસ સર્વોચ્ચ સ્તરે પહોંચી છે
Live TV
-
ભારત સરકાર ઘરેલુ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પર ભાર આપી રહી છે. જેના પગલે દેશમાંથી આઇફોન બનાવતી કંપની એપલ દ્વારા કરવામાં આવેલી નિકાસ એપ્રિલ-જૂનમાં વધીને 3.8 અબજ ડોલર થઈ ગઈ છે.
ભારત સરકાર ઘરેલુ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પર ભાર આપી રહી છે. જેના પગલે દેશમાંથી આઇફોન બનાવતી કંપની એપલ દ્વારા કરવામાં આવેલી નિકાસ એપ્રિલ-જૂનમાં વધીને 3.8 અબજ ડોલર થઈ ગઈ છે.
નાંધનીય છે કે પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ સરકાર દ્વારા ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે લાવવામાં આવી છે. તેનાથી ઘરેલુ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગને મોટો વેગ મળ્યો છે. ઇન્ડસ્ટ્રીના ડેટા પ્રમાણે એપલની નિકાસ નાણાકીય વર્ષ 202 ના પ્રથમ ક્વાર્ટરમાં અતયાર સુઘીના સર્વોચ્ચ સ્તરે પહોંચી છે. તેનું કારણ વૈશ્વિક કંપનીઓ દ્વારા 'China+1' અપનાવેલી વ્યૂહરચના છે.
નાણાકીય વર્ષ 24 માં વિશ્વની અગ્રણી ટેક કંપનીઓ દ્વારા ભારતમાં આઠ અબજ ડ઼ોલરનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેના પગલે વાર્ષિક ધોરણે 33 ટકાનો વધારો થયો હતો. વિશ્વના બીજા સૌથી મોટા સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ ફોનના ચલણમાં વધારો થતાં કંપનીના વેચાણમાં વધારો થયો હતો.ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે આ વર્ષે iPhone શિપમેન્ટમાં 20 ટકાનો વધારો થઈ શકે છે. Apple એક ખૂબ જ મજબૂત બ્રાન્ડ છે અને તે દેશમાં તેના વિતરણ નેટવર્કને પણ મજબૂત બનાવી રહી છે, જે તેને ઝડપથી વિકાસ કરવામાં મદદ કરશે.
બજેટ 2024-25માં સરકારે મોબાઈલ, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ એસેમ્બલી (PCBA) અને મોબાઈલ ચાર્જર પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) 20 ટકાથી વધારીને 15 ટકા કરી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા છ વર્ષમાં મોબાઈલ ફોનનું સ્થાનિક ઉત્પાદન ત્રણ ગણું વધ્યું છે. તે જ સમયે, નિકાસમાં 100 ટકાનો વધારો થયો છે.ભારતમાં મોબાઈલ ફોનની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં ભારતમાં વેચાતા 99 ટકા મોબાઈલ સ્થાનિક સ્તરે બનાવવામાં આવે છે.
