શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત્, સેન્સેક્સ 600 પોઈન્ટ ઘટીને 80 હજારની અંદર આવ્યો, નિફ્ટીમાં પણ ભારે ઘટાડો
Live TV
-
નબળા વૈશ્વિક સંકેતની અસર ભારતીય શેરબજાર પર દેખાઈ રહી છે. આજે સેન્સેક્સ અને નિફટીની ઘટાડા સાથે શરૂઆત થઈ છે.
શેરબજારમાં આજે એટલે કે 25મી જુલાઈએ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,540ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ ઘટીને 24,210ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટાડો અને માત્ર 3માં તેજી છે. આ સાથે નિફ્ટીના 50 શેરોમાંથી 43માં ઘટાડો, 5માં વધારો અને 2માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 2.53% અને હોંગકોંગનો હેંગસેંગ 1.58% ડાઉન છે. તેમજ, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 0.76% ઘટ્યો છે.
24 જુલાઈના રોજ યુએસ માર્કેટનો ડાઓ જોન્સ 1.25% ઘટીને 39,853 પર બંધ થયો હતો. NASDAQ 3.64% ઘટીને 17,342 થયો. S&P 500 2.31% ઘટ્યો.
ફોરેન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FII)એ 25 જુલાઈના રોજ ₹5,130.90 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ ₹3,137.30 કરોડના શેર ખરીદ્યા હતા.ઇક્વિટી કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરતા 70% થી વધુ વ્યક્તિગત વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડે છે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીના અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. માર્કેટ રેગ્યુલેટરે નાણાકીય વર્ષ 2023 દરમિયાન રોકાણકારો પર આ અભ્યાસ હાથ ધર્યો હતો.
