ઓક્ટોબર મહિનામાં GST સંગ્રહનો આંકડો 1.05 લાખ કરોડ રૂપિયાને પાર
Live TV
-
ઓક્ટોબર મહિનામાં GST સંગ્રહનો આંકડો 1.05 લાખ કરોડ રૂપિયાને પાર થયો છે. નાણા મંત્રાલયે આ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં જે GST મહેસુલ થયો હતો, તેનાં કરતાં ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં તેમાં 10 ટકાનો વધારો નોંધાયો છે. કુલ GST મહેસુલમાંથી CGSTનો હિસ્સો 19,193 કરોડ રૂપિયા, SGSTનો હિસ્સો 5,411 કરોડ રૂપિયા, IGSTનો 52,540 કરોડ , અને 8,011 કરોડનો ઉપકર પણ સામેલ છે. નાણા મંત્રાલયને અનુસાર 31 ઓક્ટોબર 2020 સુધીમાં GSTR-3 B રિટર્નની સંખ્યા 80 લાખને પાર પહોંચી છે.
