આજે શેર માર્કેટમાં જોવા મળી રોનક, બેંકીંગ સેકટરમાં જોવા મળ્યો ઉછાળો
Live TV
-
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે આજે શેર માર્કેટમાં રોનક જોવા મળી છે. બીએસઈનો સેંસેક્સ સવારે 152 અંકના ઉછાળા સાથે 39 હજાર 765 પર ખુલ્યો હતો અને નિફ્ટી 55 અંકના ઉછાળા સાથે 11 હજાર 697 પર ખુલ્યો હતો. દિવસના અંતે સેંસેક્સ 144 અંકના સામાન્ય ઉછાળા સાથે 39 હજાર 758 પર બંધ થયો હતો. જયારે નિફ્ટી 27 અંકના સામાન્ય ઉછાળા સાથે 11 હજાર 669 પર બંધ થયો હતો. આજે મુખ્યત્વે બેંકિંગ સેકટરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. મુખ્ય શેરો જેવા કે ઇન્ડસઇન્ડ બેંક, ICICI બેંક , HDFC અને ભારતી એરટેલના શેર ગ્રીન ઝોનમાં જ્યારે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસર મોટર્સ, HCL ટેકનોલોજી અને BPCLના શેરો રેડ ઝોનમાં જોવા મળ્યો હતા.
