કોવિડ-19 વેક્સિનની સફળતાના અહેવાલ બાદ શેરમાર્કેટમાં ઉછાળો
Live TV
-
હોટલ ઇન્ડસ્ટ્રીઝ અને કોવિડ-19ની વેકસિનની સફળતાના અહેવાલોથી ફાઇઝરના શેરમાં 20 ટકાના ઉછાળાના પગલે સેન્સેક્સ બીજા દિવસે પણ ગ્રીનઝોનમાં
શેર બજારે આજે એક નવો ઇતિહાસ રચી રહ્યો છે. બિહાર વિધાનસભા ચૂટણીની મતગણતરી વચ્ચે સેન્સેકસ અને નિફટી વધુ એક નવા શિખરે પહોચી ગયો છે. મંગળવારે બોમ્બે સ્ટોક એકસેન્જના 30 શેર વાળો સુચકાંક સેન્સેકસ 361.82 અંક વધીને 42,959.25 ઉપર ખુલ્યો હતો.
સોમવારે સેન્સેકસ 704 અંકની છલાંગ મારીને 42,597 ના રેકોર્ડે બંધ થયો હતો. આજે નિફટી 12 હજાર 556 ના સ્તરે ખુલ્યો છે. જે એક નવો આંક છે. હાલમાં બીએસઇ 43 હજાર 239 એ કામકાજ કરી રહ્યો છે. એસ એન્ડ પી એ પણ નવા શિખરો બનાવ્યાં છે.
