કંડલા પોર્ટ દેશમાં કાર્ગો હેન્ડલ કરવામાં પ્રથમ સ્થાને
Live TV
-
વર્ષ 2017-18માં 99.75 લાખ એમટી કાર્ગો હેન્ડલ કરી 4.42%નો વધારો નોધાવ્યો.
દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલાએ નાણાકીય વર્ષે 2017-18ના ગાળામાં પોતાના જુના રેકોર્ડને ફરી પછાડી સળંગ 11માં વર્ષે સૌથી વધુ કાર્ગો હેન્ડલ કરવાનો પોતાનો વિક્રમ જાળવી રાખ્યો છે.
દીન દયાલ પોર્ટે પોતાના માટૅ નીશ્ચીત કરેલા 106ના લક્ષ્યાંક સામે 110થી વધુ કાર્ગોને હેન્ડલ કર્યા હતા. ગત વર્ષે માર્ચ સુધીમાં પોર્ટે 91.06 લાખ એમટી કાર્ગો હેન્ડલ સામે આ વર્ષે 99.75 લાખ એમટી કાર્ગો હેન્ડલ કર્યો હતો. વાર્ષીક ગતીવીધીમાં ગતવર્ષેની
સરખામણીએ 4.42%નો વધારો નોંધાવી 1100.99 લાખ એમટી કાર્ગો હેન્ડલ કરાયો હતો. આ સિદ્ધી બદલ ઈન્ચાર્જ ચેરમેન સંજય ભાટીયા, આલોક સિંઘએ સહુનો આભાર માન્યો હતો.100 એમટી કાર્ગો હેન્ડલ કરનારા પોર્ટની યાદીમાં કંડલા, મુંદ્રા સીવાય હવે પારાદીપ પોર્ટ પણ સામેલ થઈ ગયુ છે. ચાલુ વર્ષે પારાદીપ પોર્ટ પણ 100 એમટીથી વધુ કાર્ગો હેન્ડલ કરી પોર્ટને સર્વોતમ કરવા તરફ ગતીમાન થઈ રહ્યુ છે. ડેપ્યુટી ચેરમેને પોર્ટની
હેન્ડલીંગ કેપેસીટી 2025 સુધીમાં વધારીને 325 એમટી કરવાનું લક્ષ્યાંક કરાયુ હોવાનું જણાવ્યુ હતુ.