ટ્રેડ વોરની ચિંતાથી બેન્કિંગ, મેટલમાં વેચવાલીઃ સેન્સેક્સમાં 352 અંકનો કડાકો
Live TV
-
મિશ્ર ગ્લોબલ સંકેતને કારણે માર્કેટ વધીને ખુલ્યા હતા પરંતુ બપોર બાદ વેચવાલીથી ઘટાડો જોવા મળ્યો
ચીને અમેરિકાના 106 સામાન પર વધુ 25 ટકા ટેરિફની જાહેરાત કરતા ટ્રેડ વોર તીવ્ર બનવાના ભયે વૈશ્વિક બજારો ઘટતા બપોર બાદ ભારતીય માર્કેટમાં વેચવાલી આવી હતી અને બેન્ચમાર્ક ગબડ્યા છે. સવારે ઉછાળો નોંધાયા બાદ અંતે શેરબજારો ઘટાડા સાથે બંધ રહ્યા હતા. તેનું કારણ વૈશ્વિક ધંધાકીય હરીફાઈ છે. બીએસઇ સૂચકાંક 352 પૉઇન્ટ ઘટીને 33,019ની સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી સૂચકાંક 125 પૉઇન્ટ ઘટીને 10,120ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ચીને અમેરિકાની ટીકા કરી હતી, કારણકે ટ્રમ્પ પ્રશાસને ચીનનાં ઔદ્યોગિક અને હાઇ ટૅક ઉત્પાદનો પર 50 અબજ ડૉલરના ટેરિફ લાદવા બાબતે આગળ વધવાનો નિર્ણય કર્યો છે. આની સામે ચીને વળતાં પગલાં લેવાની જાહેરાત કરી છે, જેની અસર વિશ્વભરના બજારોમાં જોવા મળી રહી છે.