કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારે ઇતિહાસ રચ્યો, સેન્સેક્સે 60 હજારની સપાટી વટાવી
Live TV
-
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારે ઇતિહાસ રચ્યો છે. આજે બજાર ખુલતા જ પહેલીવાર સેન્સેક્સે 60 હજારની સપાટી વટાવી છે. 350 પોઇન્ટના ઉછાળા સાથે હાલ સેન્સેક્સ 60,200 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. તો 80 પોઇન્ટ વધીને નિફ્ટી 17,900 પર પહોંચ્યો છે. બેન્કિંગ અને આઇટી સેક્ટરના શેરોમાં તેજી જોવા મળી રહી છે. HCL, TCS, વિપ્રો, ઇન્ફોસિયસ જેવા શેર લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. તો, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્ડાલકો ઇન્ડસ્ટ્રી સહિતના શેર્સ લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે.
