Skip to main content
Settings Settings for Dark

આજે પહેલીવાર સેન્સેક્સ 60 હજારને પાર

Live TV

X
  • વૈશ્વિક બજારોમાંથી મળેલા સારા સંકેતોની અસરના પગલે ભારતીય શેરબજારનો સેન્સેક્સ આજે 60 હજારની ઐતિહાસિક સપાટીને સ્પર્શી ગયો હતો. નિફ્ટીએ પણ 17 હજારની સપાટીને સ્પર્શવાનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. બજાર બંધ થતા સેન્સેક્સ 163 અંક વધીને 60 હજારની સપાટીએ તો નિફ્ટી 30 અંકના વધારા સાથે 17,853 અંકની સપાટીને સ્પર્શીને ગ્રીન ઝોનમાં બંધ થયો હતો. જેને પગલે રોકાણકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ભારતીય શેર બજાર સપ્તાહના છેલ્લા દિવસે નવા રેકોર્ડ સાથે ખૂલ્યા હતા અને બજારમાં આઇટી તેમજ રિયલ્ટીના  શેરમાં શાનદાર તેજી જોવા મળી હતી. જેને પગલે રોકાણકારોમાં આનંદ વ્યાપી ગયો હતો. મહત્વનું છે કે, માત્ર 8 મહિનાની અંદર જ સેન્સેકસે 10 હજાર પોઇન્ટની છલાંગ લગાવી છે. 3 ફેબ્રુઆરીએ સેન્સેક્સ  50 હજારની સપાટી વટાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply