કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં આજે 66 પોઇન્ટનો ઘટાડો નોંધાયો
Live TV
-
કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સમાં આજે 66 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે સાથે સેન્સેક્સ 52 હજાર 586 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટીમાં 15 પોઇન્ટનો ઘટાડો નોંધાતા નિફ્ટી 15 હજાર 763 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. આ સાથે સન ફાર્મા, ટેક મહિન્દ્રા, બજાજ ઓટો, પાવર ગ્રીડ, NTPC જેવા શેરોના ભાવોમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે બજાજ ફાઇનાન્સ, ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ, એક્સિસ બેંકના શેરભાવોમાં ઘટાડો નોંધાયો હતો.
