Skip to main content
Settings Settings for Dark

કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 2.82 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ખુલ્યો

Live TV

X
  • તો નિફ્ટી એ 8.85 પોઇન્ટના ઉછાળા સાથે કારોબાર શરૂ કર્યો

    ભારતીય શેર બજારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.1 ટકાથી વધારાની નબળાઈ જોવામાં આવી રહી છે. આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે, શેરબજારમાં બજારની પ્રારંભિક અસ્પષ્ટ ચાલ દેખાઈ રહી છે. આજે સેન્સેક્સ 2.82 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે ખુલ્યો હતો. તો નિફ્ટી એ 8.85 પોઇન્ટના ઉછાળા સાથે કારોબાર શરૂ કર્યો છે. આ અગાઉ ગઈકાલે શેર બજારો સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ રહ્યા હતા. આજે સેન્સેક્સ 49, હજાર 599 સુધી ગગડ્યો હતો. જયારે નિફટી 14,806.35ના નીચલા સ્તરે  રહ્યો હતો. સ્મૉલ કેપ અને મિડ કેપ શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. બીએસઈના મિડ કેપ ઈન્ડેક્સમાં નજીવી મજબૂતી દેખાઈ છે.

    જ્યારે નિફ્ટીના મિડ કેપ 100 ઈન્ડેક્સમાં વધારો જોવામાં આવી રહ્યો છે. આજના શરૂઆતી કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો. તો બજાજ ફાઈનાન્સ આઈસીઆઈસીઆઈ બેન્ક, એલ એન્ડ ટી, ઈન્ડસ ઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક અને કોટક મહિન્દ્રા બેન્ક, એમફેસિસ,  સેલ,  રેમ્કો સિમેન્ટ, જિંદાલ સ્ટીલ , અને આઈ.જી.એલ.ના શેર્સમાં, વધારો નોંધાયો છે. જ્યારે એચયુએલ જે.એસ.ડબ્લ્યૂ. સ્ટીલ, ટાટા મોટર્સ, ગ્રાસિમ, સન ફાર્મા, અદાણી ટ્રાન્સફર, ફ્યુચર રિટેલ, આઈ.ડી.એફ.સી. ફર્સ્ટ બેન્ક, અદાણી ગ્રીન અને આર.બી.એલ. બેન્કના શેર્સમાં ઘટાડો નોંધાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply