કારોબારી સપ્તાહનાં પ્રથમ દિવસે જ રેડ ઝોનમાં ખુલ્યું ભારતીય શેરબજાર
Live TV
-
કોરોના સંક્રમણની અસર ભારતીય શેરબજાર ઉપર પણ જોવા મળી રહી છે. આજે સોમવારે કારોબારનાં પહેલા દિવસે જ શેરબજારમાં 1700 પોઇન્ટનો કડાકો જોવા મળ્યો. સવારે રેડ ઝોનમાં ખુલેલુ શેરબજાર દિવસનાં અંતે પણ રેડ ઝોનમાં જ રહ્યું. સેન્સેક્સ 1,708 અંકના કડાકા સાથે 47,884 પર તો નિફ્ટી 481 અંકના કડાકા સાથે 14,353 પર બંધ થયો. દિવસ દરમિયાન બેન્કિંગ અને મેટલ સેક્ટરના શેરોમાં સૌથી વધુ ઘટાડો રહ્યો હતો.
