કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સારી સ્થિતિમાં ખુલ્યા, 346 અંકનો વધારો
Live TV
-
કારોબારી સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારો સારી સ્થિતિમાં ખુલ્યા છે. BSE ના સેન્સેક્સે 60,997 પોઈન્ટ પર જયારે NSE ના નિફ્ટીએ 18,154 પર કારોબાર શરૂ કર્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 23 શેરોમાં ખરીદારી અને 7 શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા, ટાટા મોટર્સ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, એસબીઆઈ લાઈફ, બજાજ ફિનસર્વ, એચ.સી.એલ. ટેક અને આઈશર મોટર્સના શેર્સમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને પાવર ગ્રિડના શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ સેન્સેક્સમાં 346 અંકનો વધારો નોંધાઈ રહ્યો છે.
