કેન્દ્ર સરકારે IT રિટર્ન ભરવાની સમયમર્યાદાને 30 નવેમ્બર 2020 સુધી વધારી દીધી
Live TV
-
આ પહેલા સરકારે ઈન્કમ ટેક્સ ભરવાની સમય મર્યાદા 31 જૂલાઈ 2020 સુધી સીમિત રાખી હતી પરંતુ હવે તેને વધારી દેવામાં આવી છે.
કેન્દ્ર સરકારે ઈન્કમ ટેક્સ રિર્ટન ભરવાની સમયમર્યાદાને 30 નવેમ્બર 2020 સુધી વધારી દીધી છે. આવક વેરા વિભાગે આ વિશે બુધવારે એક અધિસૂચના જાહેર કરી હતી. જેમાં નાણાકીય વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ ભરવાની અંતિમ તારીખને વધારીને 30 નવેમ્બર 2020 કરી દેવામાં આવી છે. આ પહેલા સરકારે ઈન્કમ ટેક્સ ભરવાની સમય મર્યાદા 31 જૂલાઈ 2020 સુધી સીમીત રાખી હતી પરંતુ હવે તેને વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2018-19 માટે જો ઈન્કમ ટેક્સ રિટર્નનું રિવાઈઝ રિટર્ન ભરવા માંગતા વ્યક્તિઓ માટે માટે અંતિમ તારીખ 31 જૂલાઈ 2020 કરી દેવામાં આવી છે.
