Skip to main content
Settings Settings for Dark

ગુજરાતે 51ટકા IEM મેળવી ઔધોગિક ક્ષેત્રે હાંસલ કર્યુ નવુ ગૌરવ

Live TV

X
  • રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સિમાચિન્હરૂપ સિદ્ધિનો ઉમેરો થયો છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ એટલે કે IEMમાં 3,43, 834 કરોડનુ રોકાણ એકલા ગુજરાતમાં કરવામાં આવ્યુ છે. 

    દેશમાં પ૧ ટકા રોકાણ સાથે દેશના બીજા ક્રમના રાજ્ય મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં IEMમાં ત્રણ ગણુ રોકાણ થયુ છે. દેશની જનસંખ્યાના પાંચ ટકા જનસંખ્યા ધરાવતા એકલા ગુજરાતે 51 ટકા IEM મેળવીને ઓદ્યોગિક ક્ષેત્રે નવી ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસિલ કરી છે. ભારતમાં ફાઈલ થયેલા

    IEM દ્વારા 6 લાખ78 હજાર 852 કરોડના મૂડીરોકાણમાંથી એકલા ગુજરાતમાં જ 3 લાખ 43 હજાર 834 કરોડનું મૂડી રોકાણ ઉદ્યોગો સ્થાપવા માટે થયુ છે. આ સાથે ગુજરાતમાં અગાઉના વર્ષ કરતા ચાર ગણુ એટલે કે 50 હજાર કરોડનુ FDI આ વર્ષે આવવાનો અંદાજ છે. તો દેશમાં રોજગારી આપવામાં પણ ગુજરાત અગ્રેસર છે. દર મહિને 16 હજાર MSME ગુજરાતમાં નોંધાય છે. જેની પાછળ સરળીકરણ યુક્ત ઓનલાઈન એપ્રુવલ અને ઝડપથી મળતી લોન સહાય મહત્વનુ પરિબળ છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply