જીએસટી કાઉન્સિલ બેઠકમાં લેવામાં આવ્યા કેટલાક મહત્વના નિર્ણયો
Live TV
-
કાઉન્સિલે જીએસટી રીટર્ન ફાઇલિંગની મુદતમાં વધારો કર્યો છે. GSTR-3B ભરવા માટેની અંતિમ તારીખ ત્રણ મહિના સુધી લંબાવી છે.
નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠકમાં આજે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. કાઉન્સિલે જીએસટી રીટર્ન ફાઇલિંગની તારીખમાં વધારો કર્યો છે. GSTR-3B ભરવા માટેની અંતિમ તારીખ ત્રણ મહિના સુધી લંબાવી છે.
ઇ-વે બિલ દેશભરમાં એક સાથે લાગુ કરવામાં આવશે નહીં. ચાર રાજ્યોમાં તબક્કા વાર ઇ-વે બિલ લાગુ થશે. એટલે કે ઇ-વે બિલ પ્રથમ 4 રાજ્યોમાં લાગુ થશે અને તે પછી ઈ- વે બિલ અન્ય 4 રાજ્યોમાં લાગુ થશે. ઇ-વે બિલ હવે કેરળ, કર્ણાટક અને તામિલનાડુમાં પહેલી એપ્રિલથી લાગુ થશે. કાઉન્સિલે રિયલ એસ્ટેટ અને રિવર્સ ચાર્જ મેકેનિઝમના નિર્ણયને ટાળી આપ્યો છે.
તદઉપરાંત આયાત કરેલા સામાન ઉપર 31 માર્ચ 2018 પછી પણ છ મહિના સુધી ટેક્ષમાં રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત ઇ-વોલેટ સ્કીમને પણ છ મહિના બાદ લાગુ કરવામાં આવશે.