Twitterના CTO બન્યા IIT બૉમ્બેના પૂર્વ વિદ્યાર્થી પરાગ અગ્રવાલ
Live TV
-
IIT બૉમ્બેના પૂર્વ વિદ્યાર્થી પરાગ અગ્રવાલ પહેલા ટ્વિટરમાં જાહેરાત વિભાગના એન્જિનિયર તેરીકે કામ કરી ચુક્યા છે. આ પહેલા તેઓ યાહૂ, માઈક્રોસૉફ્ટ જેવી મોટી કંપનિઓમાં સાથે રિસર્ચ વર્ક અને ઇન્ટર્નશિપ કરી હતી.
આઈઆઈટી બૉમ્બેના પૂર્વ વિદ્યાર્થી પરાગ અગ્રવાલને ટ્વિટરના નવા CTO એટલે કે, ચીફ ટૅક્નોલૉજી ઑફિસર તરીકે નિયુક્ત કર્યા છે. પરાગ અગ્રવાલ ટ્વિટરમાં એડમ મેસિંગરની જગ્યાએ કામ કરશે. તેમણે વર્ષ 2011માં જાહેરાત વિભાગમાં ઇજનેર તરીકે કામ શરૂ કર્યું હતું, આ પહેલા એડમ આ પોસ્ટ પર કામ કરી રહ્યા હતા.
IIT બૉમ્બેમાં અભ્યાસ કરી ચૂકેલા પરાગ અગ્રવાલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડીનો અભ્સાસ કર્યો છે, ત્યારબાદ તેમણે ટ્વીટર સાથે કામ શરૂ કર્યું હતું.