ટેકસટાઇલ વેપારમાં ક્રિએટિવ અને વેલ્યુએડિશન વાળા આકર્ષક બ્લાઉઝનું અલગ સેગમેન્ટ
Live TV
-
પોલિસ્ટર કાપડમાં જરીના મિશ્રણ પછી તેના પર હેન્ડ વર્ક, મશીન વર્ક, ટીકી વર્ક, એમ્બ્રોઇડરી વર્ક સાથે તૈયાર બ્લાઉઝનો મહિને 25 કરોડનું વેપાર.
સુરત શહેરમાં ટેકસટાઇલ વેપારમાં હોવી ક્રિએટિવ અને વેલ્યુએડિશન વાળા આકર્ષક બ્લાઉઝનું અલગ સેગમેન્ટ ઉભું થયું છે.
સુરતમાં ટેકસટાઇલના વેપારમાં ઘડાયેલા વેપારીઓ કારોબારને ફેલાવવા અવનવી તરકીબ અજમાવતા હોય છે. સુરતના વેપારીઓએ બ્લાઉઝમાં ક્રિએટિવ અને આકર્ષક વેલ્યુએડિશનનું વર્ક કરાવી વેચાણ કરતા આજે તેનું બહોળું માર્કેટ બની ગયું છે. પોલિસ્ટર કાપડમાં જરીના મિશ્રણ પછી તેના પર હેન્ડ વર્ક, મશીન વર્ક, ટીકી વર્ક, સ્ટોન વર્ક, એમ્બ્રોઇડરી વર્ક, લેસ, નેટ સાથે તૈયાર કરવામાં આવતા બ્લાઉઝનો મહિને 25 કરોડનું વેપાર થવા માંડ્યું છે.
મહિલાઓ અત્યાર સુધી સાડી સાથે બ્લાઉઝ લેતી હતી. પરંતુ છેલ્લા 3 -4 વર્ષથી સુરતમાં પોલિસ્ટર કાપડથી ક્રિએટિવ બ્લાઉઝ બનવાના શરૂ થયું હતું. આજે લગભગ 100 થી વધુ વેપારીઓ ફક્ત બ્લાઉઝનો ધંધો કરે છે. સુરતના આ આકર્ષક બ્લાઉઝ દેશભરમાં વેચાય છે. મહિલાઓ પણ હવે સાડી ની સાથે સાથે મેચિંગ પ્રમાણે અલગ અલગ બ્લાઉઝ પણ ખરીદતી જોવા મળે છે.
સુરત ટેકસટાઇલ ઉદ્યોગ ઝડપથી આગળ વધવા માટે હંમેશા તત્પર રહે છે. જીએસટી લાગુ થયા બાદ ટેકસટાઇલ ઉદ્યોગ ધીમે ધીમે ઝડપ પકડી રહ્યો છે. લગ્નસરાની સીઝનમાં સુરતના ક્રિએસ્ટિવ બ્લાઉઝનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. સિલાઈ ના ભાવ મેં વેલ્યુએડિશન વાળા બ્લાઉઝ વેચાઈ રહ્યા છે. વેપારીઓનું માનવું છે. કે આગામી દિવસમાં આની ડિમાન્ડ વધશે.