ડિઝીટલ લેવડદેવડમાં હવે બેંકો નહીં વસૂલે કોઈ ચાર્જ, જાણો વિગતે
Live TV
-
નાણામંત્રીએ બેંકોને જણાવ્યું છે કે આઇટી અધિનિયમ હેઠળ નાણાકીય વ્યવહાર માટે પુરા પાડવામાં આવેલા ઇલેક્ટ્રોનિક માધ્યમોથી થયેલા વ્યવહારો પર આ વર્ષે 1લી જાન્યુઆરી પછી વસુલ કરવામાં આવેલી ફી ગ્રાહકોને તરત રીફંડ રૂપે ચુકવી દે.
મંત્રાલયે બેન્ક્સને એમ પણ જણાવ્યું છે કે ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી થયેલા કોઇપણ નાણાકીય વ્યવહારો પર કોઇ ફી વસુલે નહીં. મંત્રાલયે કહ્યું કે પ્રત્યક્ષ વેરા કેન્દ્રીય બોર્ડે ગયા વર્ષે 30 ડિસેમ્બરે આ અંગેનું જાહેરનામુ બહાર પાડ્યું હતું.
તે જાહેરનામા મુજબ આ વ્યવહાર રૂપે કાર્ડ, ભીમ , U.P.I. ક્યુઆર કોડ કે ભીમ U.P.I.ક્યુઆર કોડ પર કરવામાં આવે તો કોઇપણ બેન્ક કે સિસ્ટમ ગ્રાહક પાસેથી કોઇ ફી વસુલ નહીં કરે.
મંત્રાલયે જણાવ્યું હતું કે જાણકારી મળી છે કે કેટલીક બેન્ક U.P.I.કાર્ડ દ્વારા થઇ રહેલા વ્યવહારો પર ફી વસુલ કરી રહ્યા છે. મંત્રાલયે કહ્યું કે બેન્કનું આવું પગલું P.S.S. અધિનિયમ અને આઇટી અધિનિયમના ઉલ્લંઘન બરોબર છે.
