Skip to main content
Settings Settings for Dark

પશ્ચિમ એશિયામાં તણાવની શેરબજાર પર માઠી અસર

Live TV

X
  • પશ્ચિમ એશિયામાં તણાવની શેરબજાર પર માઠી અસર: સેન્સેક્સ 200 પોઈન્ટ ગગડ્યો, ક્રૂડ ઓઈલના ભાવ 95 ડૉલરે પહોંચ્યા

    પશ્ચિમ એશિયામાં વધી રહેલા રાજકીય સંઘર્ષ અને ભૌગોલિક તણાવની સીધી નકારાત્મક અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારોના નબળા સંકેતોને પગલે આજે ભારતીય શેરબજાર કડાકા સાથે ખૂલ્યું હતું.

    શેરબજારની સ્થિતિ: સેન્સેક્સ 73 હજારની સપાટીએ રેડ ઝોનમાં

    બજાર ખૂલતાની સાથે જ મુંબઈ શેરબજારનો ઇન્ડેક્સ BSE સેન્સેક્સ 200 પોઇન્ટ જેટલો ગગડ્યો હતો. હાલમાં માર્કેટમાં ભારે અસ્થિરતા વચ્ચે સપાટ વેપાર થઈ રહ્યો છે અને સેન્સેક્સ 73 હજારની સપાટી પર રેડ ઝોન (લાલ નિશાન) માં કારોબાર કરી રહ્યો છે. ફાર્મા સેક્ટરના શેરને બાદ કરતાં મોટા ભાગના સેક્ટર્સના શેરોમાં આજે ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

    ક્રૂડ ઓઈલના ભાવમાં 2% નો ઉછાળો

    અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સામસામા હુમલા અને વિવાદને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના બજારમાં તેજી આવી છે. ક્રૂડ ઓઈલના ભાવ 2 ટકા જેટલા વધીને પ્રતિ બેરલ 95 ડૉલરની સપાટીએ પહોંચી ગયા છે. જો ક્રૂડ ઓઈલના ભાવ આ જ રીતે વધતા રહેશે તો આગામી સમયમાં મોંઘવારીનું દબાણ વધી શકે છે.

    સોના-ચાંદીના બજારમાં સામાન્ય ઘટાડો

    બીજી તરફ, કિંમતી ધાતુઓના બજારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં બહુ મોટી હલચલ જોવા મળી નથી. બજારમાં અત્યારે સામાન્ય ઘટાડાનો દૌર યથાવત રહ્યો છે, જેના કારણે ખરીદદારો માટે સ્થિતિ સામાન્ય બનેલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply