Skip to main content
Settings Settings for Dark

પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં લઘુત્તમ રકમ જમા કરવાની સમયમર્યાદા 30 જૂન સુધી લંબાવવામાં આવી 

Live TV

X
  • નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુક્તિ પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ અને રિકરિંગ ડિપોઝિટને લાગુ પડશે.

     

    લોકડાઉનને ધ્યાનમાં રાખીને નાણાં મંત્રાલયે પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ ખાતામાં વર્ષ 2019-20 માટે ફરજિયાત લઘુત્તમ રકમ જમા કરવાની સમયમર્યાદા ત્રણ મહિના એટ્લે કે 30 જૂન સુધી લંબાવી દીધી છે. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુક્તિ પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ ખાતાઓ અને રિકરિંગ ડિપોઝિટને લાગુ પડશે. લોકડાઉનને ધ્યાનમાં રાખીને નાના બચત થાપણદારોના હિતો માટે સરકારે આ નિર્ણય લીધો છે.સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, રિકરિંગ ડિપોઝિટ, સ્મોલ સેવિંગ સ્કીમ અને સુકન્યા સમુદ્ઘિ યોજનાના ખાતાધારકો માટે ન્યૂનતમ રાશિ જમા કરાવવા માટેની સીમા 3 મહિના સુધી વધારી દીધી છે. આ માટેની છેલ્લી તારાખી 31 માર્ચ હતી. 

    ઉલ્લેખનીય છે કે, PPFમાં એક નાણાકીય વર્ષ દરમિયાન લઘુત્તમ રકમ જમા કરાવવી ફરજિયાત છે. જો તમે આ રકમ જમા ન કરાવો તો અકાઉન્ટ ઇનએક્ટિવેટ થઈ જાય છે. ત્યારબાદ જો તમારે તમારું અકાઉન્ટ એક્ટિવેટ કરાવવું હોય તો લઘુત્તમ રકમ સાથે દંડ ચૂકવવાનો રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
apply