Skip to main content
Settings Settings for Dark

પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત બીજા દિવસે જોવા મળ્યો વધારો 

Live TV

X
  • સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત બીજા દિવસે લિટર દીઠ 60 પૈસાનો વધારો થયો છે. જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ 83 દિવસના અંતરાલ પછી ભાવની દૈનિક સમીક્ષા ફરી શરૂ કરી છે.

     

    જાહેર ક્ષેત્રની ઑઇલ માર્કેટિંગ કંપનીઓની સૂચના મુજબ સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂપિયા 71.86 થી વધીને 72.46 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમત 69.99 રૂપિયાથી વધીને 70.59 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે. અગાઉ ઓઇલ કંપનીઓએ રવિવારે 83 83 દિવસના અંતરાલ પછી કિંમતોની સમીક્ષા કર્યા પછી રવિવારે લિટર દીઠ ભાવમાં 6૦ પૈસા વધારો કર્યો હતો.

    આ રીતે, ભાવ સતત બીજા દિવસે વધ્યા છે. ઓઇલ કંપનીના અધિકારીએ જણાવ્યું કે દૈનિક ભાવમાં સુધારો ફરીથી શરૂ થયો છે. જોકે તેલ કંપનીઓ એટીએફ અને એલપીજીના ભાવની નિયમિત સમીક્ષા કરતી હતી, 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટવાના ફાયદાને શોષવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ .3 નો વધારો કર્યો હતો, ત્યારબાદ ભાવની સમીક્ષા બંધ કરી દેવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply