પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને PIB ના સહયોગથી ડિઝીટલ IT પર વેબિનાર
Live TV
-
આ પ્રસંગે પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈને વધુમાં જણાવ્યું હતું, કે, સુગમ્ય રીતે સરળ પધ્ધતિથી કર વસુલવા આમૂલ પરિવર્તનો સાથે આવકવેરા વિભાગ હવે સજ્જ થઈ ગયો છે.
13 ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારદર્શક પ્રણાલી સુનિશ્ચિત કરવા ફેસલેસ એસેસમેન્ટ એટલે કે માનવ રહિત આકારણીનો આરંભ કરાવ્યો હતો ત્યારે આ વિષય પર પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના સહયોગથી એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સાથે ,માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના વડા અને પી.આઈ.બીના અપર મહાનિદેશક ,ડૉ. ધીરજ કાકડિયાએ, વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, ભષ્ટ્રાચાર નિર્મૂલન અને પ્રામાણિક કરદાતાઓના સન્માન માટે અતિ અગત્યની પહેલ એટલે માનવ રહિત ઇલેક્ટ્રોનિક આવક વેરા આકારણીની પ્રણાલી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપવા પ્રેરણારૂપ બની રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પણ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
