કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સમાં જોવા મળી સામાન્ય તેજી
Live TV
-
એનટીપીસી, ટાટા સ્ટીલ, L&T, ટાઈટનના શેરોમાં જોવા મળી તેજી
કારોબારી સપ્તાહનો પ્રથમ દિવસ ભારતીય શેર બજાર માટે સામાન્ય રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 173 અંક વધી 38 હજાર 50 અંકે જ્યારે નિફ્ટી પણ 68 અંક વધી 11 હજાર 247 અંકે બંધ થયો હતો.
કારોબારી દરમિયાન ઇન્ફોસીસ, ટીસીએસ, કોટક મહેન્દ્રા અને એલ એન્ડ ટીના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં આયશર મોટર્સના શેરમાં 5 ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ઓઈલ અને ગેસ સેક્ટરના શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે.
