ફેક ન્યૂઝ અને પેઇડ ન્યૂઝ સામે ચૂંટણી પંચની લાલ આંખ
Live TV
-
ફેક ન્યૂઝ એક મોટું દૂષણ છે. વોટ્સએપ તથા કેટલાક સોશિયલ મીડિયા દ્વારા દેશભરમાં ફેક ન્યૂઝ વહેતા કરવામાં આવે છે. ચૂંટણી પંચે આ અંગે ચિંતા વ્યક્ત કરતા તેને અટકાવવા માટે આકરા પગલાં ભરવાનો સંકેત આપ્યો છે.
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે જણાવ્યું હતું કે ફેક ન્યૂઝ અને પેઇડ ન્યૂઝને લઈને ચૂંટણી પંચ સક્રિય છે. આવનારી ચૂંટણીમાં તેને અટકાવવા માટે આકરા પગલાં ભરવામાં આવશે. ડીડી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં રાવતે જણાવ્યું હતું કે ટેકનોલોજીમાં આવેલા પરિવર્તનની સાથે વર્તમાન કાયદામાં પણ ફેરફાર કરવાની જરુરિયાત સર્જાઈ છે. ફેક ન્યૂઝ અને પેઇડ ન્યૂઝ મામલે કેટલાક સોશિયલ મીડિયાની ભૂમિકા સામે પણ સવાલો સર્જાયા છે. વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે જણાવ્યું હતું કે ફેક ન્યૂઝથી બચવા માટે મીડિયા સંસ્થાઓએ પણ સતર્ક રહેવાની જરુર છે.