NPAની સમસ્યાના નિરાકરણ માટે પ્રોજેક્ટ તૈયારઃ પીયૂષ ગોયલ
Live TV
-
એનવીના ગેરકાર્યકારી અધિકારી સુનિલ મહેતાની અધ્યક્ષતામાં પેનલે 500 કરોડથી વધુના એનપીએ મામલા સામે કામ ચલાવવા એક સંપત્તિ પ્રબંધન કંપની અને વૈકલ્પીક રોકાણ નીધીની ભલામણ કરી છે.
કેન્દ્રીય નાણામંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે, સાર્વજનિક ક્ષેત્રોની બેન્કોની એનપીએના સમાધાન માટે સ્વતંત્ર સંપત્તિ પ્રબંધન કંપની અને સંચાલન સમિતિની રચના કરવામાં આવશે. દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકારે સુનિલ મહેતા પેનલની પાંચ સ્તરીય યોજનાનો સ્વીકાર કર્યો છે.
એનવીના ગેરકાર્યકારી અધિકારી સુનિલ મહેતાની અધ્યક્ષતામાં પેનલે 500 કરોડથી વધુના એનપીએ મામલા સામે કામ ચલાવવા એક સંપત્તિ પ્રબંધન કંપની અને વૈકલ્પીક રોકાણ નીધીની ભલામણ કરી છે.
સમિતિએ નિષ્પાદીત અને ગેરનિષ્પાદીત બંને સંપત્તિ માટે એક સંપત્તિ વ્યાપર મંચની ભલામણ કરી છે. નાણામંત્રીએ કહ્યું છે કે, સમિતિએ રાજ્યોની બેન્કોના વધતા એનપીએ સામે કામ ચલાવવા બેડ બેન્ક સ્થાપવાની ભલામણ કરી નથી.