પાનકાર્ડને આધાર સાથે જોડવાની સમયમર્યાદા વધારીને 31 માર્ચ, 2019 કરાઈ
Live TV
-
નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આઈટી રિટર્ન ભરવા માટે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની સમય મર્યાદા પર વિચાર કરીને ફરીથી આ સમય મર્યાદા વધારવામાં આવી છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) એ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની સમય મર્યાદા વધારીને આગામી વર્ષની 31 માર્ચ, 2019 કરવામાં આવી છે. સરકારે પાંચમી વખત આ સમય મર્યાદા વધારી છે.
ઈન્કમટેક્સ વિભાગની નીતિ નિર્ધારણ એકમે કર કાયદાની કલમ 119 હેઠળ મોડી રાત્રે આ આદેશ જારી કર્યો છે. તેની પહેલા પણ સીબીડીટીએ27 માર્ચના રોજ સમય મર્યાદા વધારી હતી. નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, આઈટી રિટર્ન ભરવા માટે પાનકાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની સમય મર્યાદા પર વિચાર કરીને ફરીથી આ સમય મર્યાદા વધારવામાં આવી છે.