સરકારની નીતિઓના કારણે છેલ્લાં 4 વર્ષમાં 57 % ઈન્કમટેક્સ કલેક્શનમાં વધારો
Live TV
-
કેન્દ્રિય નાણાંમંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, GSTના અમલી કરણથી સરકારના વહિવટમાં અત્યંત વધારો થયો છે. સામાન્ય લોકો જે અત્યાર સુધી જુદા જુદા ટેક્સ ભરતાં હતા તેના બદલે હવે ઓછો ટેક્સ ભરે છે.
એક દેશ એક કર એટલે GSTના ભારે વિરોધ બાદ 30મી જૂને એક વર્ષ થયું છે. સ્વતંત્ર ભારત દેશના સૌથી મોટા ટેક્સ સુધારક તરીકે સ્થાન પામ્યું છે. કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, કાળા ધનને GSTના અમલીકરણ તથા વિમુદ્રીકરણના કારણે જમા કર રાશિમાં નોંધપાત્ર નફો નોંધાયો છે. દરમિયાન અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, સરકારની નીતિઓના કારણે છેલ્લાં ચાર વર્ષમાં 57 ટકા ઈન્કમટેક્સ કલેક્શનની વધારો થયો છે. સ્વીસ બેન્કમાં ભારતીયોએ નાણાં જમા કરાવ્યા હશે તો નામ ખૂલશે ત્યારે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે. મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠોડે પણ જીએસટીની પ્રશંસા કરી.