બજારમાં ઘટાડા બાદ રિકવરી: સેન્સેક્સ 84,897 પર, IT શેરોમાં તેજી
Live TV
-
બજારમાં ઘટાડા બાદ રિકવરી: સેન્સેક્સ 84,897 પર, IT શેરોમાં તેજી
કારોબારી સત્રના ત્રીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ભલે ઘટાડા સાથે થઈ હોય, પરંતુ બાદમાં બજારમાં મજબૂત રિકવરી જોવા મળી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મુખ્ય સૂચકાંકોમાં વધારો નોંધાયો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક 224 આંકના વધારા સાથે 84,897ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 આંકના વધારા સાથે 25,960ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
જોકે, બ્રોડ માર્કેટમાં આજે દબાણ જોવા મળ્યું હતું. સ્મોલ કેપ અને મીડ કેપ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આ તમામ શેરોમાં સરેરાશ 0.86% નો ઘટાડો જોવા મળ્યો હતો.
બીજી તરફ, IT શેરો વધારા સાથે કારોબાર કરી રહ્યા છે, જેણે બજારને ઘટાડામાંથી બહાર કાઢવામાં અને રિકવરી લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
