બજારમાં મોટો ઉછાળો, સેન્સેક્સમાં 1921 તો નિફ્ટીમાં 569 પોઈન્ટનો વધારો
Live TV
-
નાણાપ્રધાન નિર્મલા સિતારમને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતની અસર શેરબજાર પર પડી હતી અને બજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઘરેલું કંપનીઓ પર લાગતો કોર્પોરેટ ટેક્સ ઘટાડવાની જાહેરાત કરતા ભારતીય શેરબજારોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આજે સેન્સેક્સમાં 2267 અંકનો ઉછાળો આવ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 522 અંકનો વધારો નોંધાયો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સમાં ઓટો, બેન્કિંગ, એફએમસીજી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ સહિત તમામ સેકટર વધારા સાથે ગ્રીન નિશાનમાં કારોબાર કર્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 1921.15 અંક વધી 38014
અંકે જ્યારે નિફ્ટી 569.40 અંક વધી 10274 અંકે બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2009માં જયારે યુપીએની લોકસભા ચૂંટણીમાં જીત થઈ હતી ત્યારે સેન્સેક્સ 2,110 અંક વધ્યો હતો.