સેન્સેક્સમાં 642 અંકનું ગાબડું, નિફ્ટી 10850ની નીચે બંધ
Live TV
-
સાઉદીની ઓઈલ કંપની પર થયેલા હુમલાની અસર બીજા દિવસે દેખાઈ
સાઉદી અરેબિયામાં કાચા તેલની રિફાઇનરી પર ડ્રૉન હુમલાના પગલે વિશ્વમાં વ્યાપેલા રાજકીય તણાવ અને ક્રુડ ઉત્પાદનને થયેલી અસર, તેના પગલે તેના વધેલા ભાવ વગેરે પરિબળોના કારણે સેન્સેક્સમાં આજે મંગળવાર મંદો સાબિત થયો હતો. આજે ભારતીય શેરબજારો નકારાત્મક દિશામાં ખુલ્યાં હતાં. નિફ્ટી 11 હજારની સપાટીની નીચે સરકી ગયો હતો. સેન્સેક્સ 112 પૉઇન્ટ ઘટી ગયો હતો. કામકાજના અંતે નિફ્ટી 10,850ની નીચે બંધ થયો હતો તો સેન્સેક્સમાં 642 પૉઇન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. ઑટો, બૅન્ક, ધાતુ, ઊર્જા, ઇન્ફ્રા, FMCG, IT, અને ફાર્મા સહિતનાં ક્ષેત્રોના શૅરોમાં વેચવાલી જોવા મળી હતી.