શેરબજારમાં સપ્તાહની શરૂઆત નુકશાન સાથે, કાચાતેલ અને ગેસના શેરો તૂટ્યા
Live TV
-
ડોમેસ્ટિક, ઇક્વિટી, બેંચમાર્ક, બીએસઈ, સેન્સેક્સ, તેલ અને ગેસના શેરોના લીધે સોમવારે લગભગ 300 પોઇન્ટ નીચે ગયો.
શેરબજારમાં સપ્તાહની શરૂઆત નુકશાન સાથે થઈ હતી. કાચા તેલની કિંમતોમાં તેજીને કારણે રોકાણકારોમાં ગભરાટ જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 262 અંક તૂટી 37,123 અંકે જ્યારે નિફ્ટી 80 અંક તૂટી 10,996 અંકે રહ્યો બંધ. શુક્રવારે અગાઉના સત્રમાં બીએસઈનો બેરોમીટર 280.71 પોઇન્ટ વધીને 37384.99 પર સ્થિર થયો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી 93.10 પોઇન્ટ વધીને 11,075.90 પર બંધ રહ્યો હતો.કાચાતેલની કિંમતો વધતા ઓઈલ એન્ડ ગેસ, ઓટો સેક્ટરના શેરોમાં વધુ દબાણ જોવા મળ્યું અને તેને લીધે ભારતીય કંપનીઓ માટે તેલની આયાત થઈ મોંઘી