બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે 73 હજારની ઐતિહાસિક સપાટી પાર કરી
Live TV
-
ભારતીય શેર બજારે સોમવારે 73 હજારની ઐતિહાસિક સપાટી પાર કર્યા બાદ સેન્સેક્સ આજે ચાર પોઇન્ટના સામાન્ય વધારા સાથે 73 હજાર 331 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે બાદ 110 પોઇન્ટ સુધી ઘટાડો થયો હતો.
આજે ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મારુતિ, એશિયન પેઇન્ટ, ટાઇટન, બજાર ફિન્સર્વ, એક્સીસ બેંક, લાર્સન એન્ડ ટુર્બો, ટાટા સ્ટીલ, આઇસીઆઇસીઆઇ બેંક, આઇટીસી અને ભારતી એરટેલ સહિતના શેર્સ ગ્રીન ઝોનમાં જોવામ મળ્યા હતા.
જ્યારે એસબીઆઇ, એચડીએફસી બેંક, રિલાયન્સ, એનટીપીસી, સન ફાર્મા, વિપ્રો, એચડીએફસી બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે નીફ્ટી 22 હજાર 88 પોઇન્ટની સપાટી પર ખુલ્યો હતો.
