Skip to main content
Settings Settings for Dark

બેન્ક ગ્રાહકો માટે મહત્વના સમાચાર

Live TV

X
  • બેન્ક ગ્રાહકો માટે મહત્વના સમાચાર: 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન બેન્કિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા, SLBC દ્વારા ડિજિટલ માધ્યમો વાપરવા અનુરોધ

    દેશમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા આગામી તા. 28, 29 અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ સંભવિત રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ સંભવિત હડતાળના કારણે ગુજરાતમાં પણ બેન્ક શાખાઓ અને કાર્યાલયોમાં નિયમિત કામકાજ પ્રભાવિત થવાની પૂર્ણ સંભાવના છે.

    આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિ (SLBC – ગુજરાત) અને તેના સંયોજક 'બેન્ક ઓફ બરોડા' દ્વારા તમામ બેન્ક ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે.

    ગ્રાહકોને અસુવિધાથી બચવા SLBCની ખાસ અપીલ
    ગ્રાહકોને બેન્ક હડતાળના દિવસોમાં નાણાકીય લેવડ-દેવડમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે SLBC દ્વારા કેટલાક મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા છે. તમારા તમામ મહત્વપૂર્ણ બેન્કિંગ વ્યવહારો, નાણાકીય લેવડ-દેવડ કે ચેક ક્લિયરિંગ સંબંધિત કામકાજ તા. 25 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવા. આગામી ત્રણ દિવસોની રોકડ (Cash) જરૂરિયાતનું અગાઉથી આયોજન કરવું અને જરૂર મુજબ નજીકના ATM અથવા કેશ રિસાયકલર મશીનનો ઉપયોગ કરવો. બેન્ક શાખાની રૂબરૂ મુલાકાત લીધા વિના તમારા વ્યવહારો સરળતાથી પૂરા કરવા માટે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, UPI અને ATM જેવા ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

    બેન્કો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ

    ગ્રાહકોને પડનારી સંભવિત અસુવિધા ઓછી થાય તે માટે રાજ્યની તમામ બેન્કો દ્વારા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે, જેથી ડિજિટલ અને ઓનલાઈન બેન્કિંગ સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહી શકે. SLBC – ગુજરાત દ્વારા તમામ ગ્રાહકોને સહકાર આપવા અને અગાઉથી જ જરૂરી નાણાકીય આયોજન કરી લેવા અપીલ કરાઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply