Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 અંક ગગડીને 74200 પર

Live TV

X
  • શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 અંક ગગડીને 74200 પર

    ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના મધ્યમાં ભારે ઘટાડા અને નરમાઈનો માહોલ જોવા મળ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક પરિબળોની અસરને કારણે આજે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલાયો હતો. ખાસ કરીને બેંકિંગ, મેટલ અને ઓટો સેક્ટરના શેરોમાં વ્યાપક વેચવાલી જોવા મળી રહી છે.

    સેન્સેક્સ અને નિફ્ટીની સ્થિતિ:
    સેન્સેક્સ: આજે બજારમાં પ્રેશર જોવા મળતા સેન્સેક્સ 600 અંકથી વધુ ઘટીને 74200 ના સ્તર આસપાસ કારોબાર કરી રહ્યો છે.

    નિફ્ટી: બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 200 અંકથી વધુના ઘટાડા સાથે 23200ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.

    IPO માર્કેટના મુખ્ય સમાચાર:
    આજે બજારમાં 'એ-વન સ્ટીલ્સ' (A-One Steels) અને 'મનીવ્યૂ' (MoneyView) ના આઈપીઓ રોકાણકારો માટે ખુલી ગયા છે. દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ (NSE)ના શેરનું આજે BSE પર લિસ્ટિંગ થયું છે. આ IPO ને 5 ગણાથી વધુ શાનદાર સબસ્ક્રિપ્શન મળ્યું હતું. IPO હેઠળ શેરની ઇશ્યૂ પ્રાઇસ રૂપિયા 1785 નક્કી કરવામાં આવી હતી, જેની સામે શેર રૂપિયા1800ના ભાવે લિસ્ટ થતાં રોકાણકારોને સાધારણ 0.84 ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

    સોના-ચાંદી અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો:
    બજારની મંદી વચ્ચે કિંમતી ધાતુઓ અને કોમોડિટી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે 1 લાખ 51 હજાર રૂપિયાને પાર પહોંચી ગયો છે. ચાંદીનો ભાવ કિલોદીઠ 2 લાખ 35 હજાર રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

    ક્રૂડ ઓઇલ અને રૂપિયો: વૈશ્વિક બજારમાં બ્રેંટ ક્રૂડ ઑઇલનો ભાવ બેરલ દીઠ 102 ડૉલરને પાર કરી ચૂક્યો છે. ક્રૂડની મજબૂતાઈને પગલે યુએસ ડૉલર સામે ભારતીય રૂપિયાની ચાલ નબળી પડી છે અને રૂપિયો 14 પૈસાના ઘટાડા સાથે 95.88 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
apply