ભારતની પેટ્રોનેટ-USની ટેલુરિયન વચ્ચે 5 મિલિયન ટન LNGને લઈને કરાર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સાત દિવસીય અમેરિકા યાત્રાના પહેલા દિવસે હ્યુસ્ટનમાં ઉર્જા કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરી હતી.
ગોળમેજ બેઠકમાં 17 કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓએ ભાગ લીધો હતો. બેઠકથી ભારતીય કંપની પેટ્રોનેટ અને અમેરિકી કંપની ટેલુરિયન વચ્ચે પ્રતિ વર્ષ પાંચ મિલિયન મીટ્રિક ટન એલએનજીના સમજોતા કરાર પર હસ્તાક્ષર થયા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વની ઊર્જા રાજધાની હ્યુસ્ટન પહોંચ્યા તો ભારત-અમેરિકા સંબંધોને એક નવી ઊર્જા મળી છે. ભારતમાં ઊર્જા ક્ષેત્રને નવી ઉંચાઈ આપવા માટે પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક સ્તરની ઊર્જા કંપનીના સીઈઓ સાથે મુલાકાત કરી હતી.