સેન્સેક્સ 860 અંક વધી 38,876 પર પહોંચ્યો, નિફ્ટી 11,600ની નજીક
Live TV
-
ITC, બ્રિટાનિયા, એશિયન પેન્ટ્સમાં તેજી
આજે ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી રહી છે,.શેરબજારની શરૂઆત આજે પણ જોરદાર વધારા સાથે થઈ છે. સેન્સેક્સ 1331 અંકના વધારા સાથે 39,346.01 પર પહોંચ્યા બાદ હાલ સવારે 10.50 કલાકે 861 અંકના વધારા સાથે 38,876.66 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 260.85 અંક વધી 11,535.05 પર કારોબાર કરી રહ્યો છે.ITCના શેરમાં 8.5% ઉછાળો આવ્યો. બ્રિટાનિયામાં 8% અને એશિયન પેઈન્ટ્સમાં 7.5%નો ઉછાળો આવ્યો છે. લાર્સન એન્ડ ટૂબ્રોના શેર 7%થી ઉપર વધ્યો છે.આઈટી કંપનીઓના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ઈન્ફોસિસ 3% ગગડ્યો હતો. ટીસીએસમાં 2.5% ઘટાડો નોંધાયો છે. ટેક મહેન્દ્રાનો શેર 2.2% અને એચસીએલ ટેક 1.9% ગગડ્યો છે.